Sanitary Inspector Quiz, Chicken Pox, અછબડા
Sanitary Inspector Quiz 

3 મહામારીજન્ય ચેપીરોગ વિજ્ઞાન – અછબડા – ચીકન પોક્ષ

 

આ બ્લોગમાં આપને શ્વસન સંબંધી સંક્રામક રોગના કરણો, અટકાવ અને રસીકરણ વિશે જાણીશું.

 

પરિચય:

અછબડા – ચીકન પોક્ષ

 

  1. રોગકારક: (Disease Agent)

શીતળા એ એક તીવ્ર ચેપી અને રોગ છે જે વેરિસેલા-ઝોસ્ટર વી-૨ વાયરસ (Varicella-Zoster V-2)ને કારણે થાય છે.

 

  1. સંક્રમણનો સ્ત્રોત:

અછબડાનો દર્દી સંક્રમણનો સ્ત્રોત મુખ્ય સ્ત્રોત છે—તેના થૂક અને લાળમાં, ત્વચા પરના દાણા, ઘામાં વાઈરસ જોવા મળે છે.

બિંદુ-પ્રસરણ: ઉધરસ- ખાંસી, થૂંક અને લાળ સાથે સંપર્ક

 

  1. સંક્રમણ અવધિ:

શરીર પર પ્રવાહી ભરેલ ફુણસીઓ (વેસીક્યુલર રેશ- Vasicular Rash) નીકળે તેના ૧-૨ દિવસ પહેલા, અને પછી ૪-૫ દિવસ સુધી ફેલાય છે.

 

  1. પરપોષી ઘટક: (Host)

૧૦ વર્ષથી નાની ઉમરના બાળકોમાં વધારે થાય છે.

 

  1. પર્યાવરણીય પરિબળ:

શીત ઋતુમાં અને વસંત ઋતુ દરમિયાનમાં વધુ જોવા મળે છે.

 

  1. રોગ ઉદ્ભવન અવધિ:

સામાન્ય રીતે ૧૦ થી ૨૧ દિવસ.

 

 

રોગનાં ચિન્હો અને લક્ષ્ણો:

1. Pre-Eruptive Stage (દાણા નીકળે તે પહેલાં ની સ્થિતિ)

2. Eruptive Stage (દાણા નીકળે તે સ્થિતિ)

 

1.     Pre-Eruptive Stage

-         સામાન્ય તાવ, અને પીઠમાં દુખાવો

-         આ સમય ગાળો આશરે ૨૪ કલાકનો હોય છે.

 

2.     Eruptive Stage

-         શરીરનાં કેન્દ્ર બિંદુ તરફ દાણાનું વિતરણ— દા.ત. છાતી અને પેટ.

-         ઝડપથી પ્રસરે છે.

અછબડાનાં તબક્કાઓ

-         Macule- લાલાશ પડતા ચાઠા ઉપસી આવે.

-         Papule- શરીરની ચામડી ઉપર નાની નાની ફુણસીઓ દેખાવા લાગે.

-         Vesicle- ફુણસીઓમાં પ્રવાહી ભરાઈ ઉપસી આવે તેને.

-         Pustule- પ્રવાહીનું પરૂમાં રૂપાંતરણ.

 

ઉપર દર્શાવેલ તબક્કાઓવાર ક્રમ મુજબ અછબડાનો Eruptive stage પ્રસરે છે. છેલ્લે Pustule સુકાઈ જઈ Scar (ચાઠું) રહી જાય છે. દાણા શુરુ થયા પછીના ૪-૭ દિવસમાં ધીમે ધીમે રૂઝ વરી ભીંગડા, ચાઠા સાથેજ રોગના ચિન્હો, લક્ષણો અને રોગ પણ મટી જાય છે.

 

બહુરૂપતા:

અછબડાનાં દાણા અલગ-અલગ તબક્કાઓમાં અલગ-અલગ શરીરના ભાગોમાં જોવા મળે છે. પરંતુ રોગ મટી જાય પછી કદરૂપતા દેખાતી નથી.

 

સારવાર:

૧. ઈમ્યુનોગ્લોબીન આપવું

 

 ૨. વેક્સિન:

VZIG, ૧.૫ થી ૫ મિલી સ્નાયુની માસપેશીમાં (Intramuscular) આપવમાં આવે છે.


અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરો (Free)


નીચે આપેલ ક્વિઝ આપી તમારું નોલેજ ચકાસણી કરવાનું ભૂલશો નહીં. 

 


 વિસ્તારમાં માહિત માટે તમે નીચે આપેલ (References) પર જઈ શકો છો.

References

       -    https://www.healthline.com/health/chickenpox

       -    https://www.webmd.com/children/what-is-chickenpox

       -    https://www.cdc.gov/chickenpox/index.html

-    


Give your Feedback/suggestions in the comment section.


Post a Comment

વધુ નવું વધુ જૂનું