SI Quiz.in,SI Quiz.xyz, SI Quiz, Sanitary Inspector, સામાન્ય મહામારી વિજ્ઞાન (એપિડેમીયોલોજી) – સંક્રામક રોગો
SI Quiz.in 

 આ બ્લોગમાં આપને સંક્રામક રોગો માટેની એપિડેમીયોલોજી સાથે રોગના કરણો, અટકાવ અને રસીકરણ વિશે જાણીશું.


ચાલો આપણે વ્યાખ્યાઓ થી શુરુઆત કરીએ. 

એપિડેમીયોલોજી શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ‘એપિ’ એટલે ‘પર’, ‘ડેમો’ એટલે ‘લોકો’, ‘લોજી’ એટલે ‘અભ્યાસ.’ બીજા શબ્દોમાં કહીએ તો એપિડેમીયોલોજીનાં મૂળ લોક વસ્તીમાં રહેલા છે. એપિડેમીયોલોજીની ઘણી વ્યાખ્યાઓ અપાયેલી છે પરતું નીચેની વ્યાખ્યામાં લોકસ્વાસ્થ્યની ખરી ભાવના સંજય છે:


એપિડેમીયોલોજી:

રોગનાં પ્રસારણ, મૂળ અને સ્વાસ્થ્ય સમસ્યાઓનાં નિયંત્રણને લગતી બાબતોનાં એક ચોક્કસ વસ્તી કે વિસ્તારમાં અભ્યાસને એપિડેમીયોલોજી કહે છે.

 

રોગના કારણો:

૧) રોગના સૂક્ષ્મજીવાણું નો સિધાંત

રોગકારક જીવાણું -->  પરપોષી --> રોગ 

Disease Agent -->  Host -->  Disease

 

૨) મહામારી વિજ્ઞાન સંબંધી ત્રિકોણ (એપિડેમીયોલોજીકલ ટ્રાયેડ)

મહામારી વિજ્ઞાન સંબંધી ત્રિકોણ (એપિડેમીયોલોજીકલ ટ્રાયેડ), si quiz
SI Quiz.in

રોગનાં કારણ સમજવા એપિડેમીયોલોજીકલ ટ્રાયેડ મહત્વનું છે જેમાં રોગકારક, પરપોષી, અને વાતાવરણ વચ્ચે સમન્વય છે તેમ જાણીશકાય. આ મોડલમાં રોગ, રોગકારક અને પરપોષી એક યોગ્ય વાતાવરણની હાજરીમાં આંતરપ્રક્રિયાથી  રોગ થાય અથવા રોગ પ્રતિરોધન પેદા થાય તે નીચે આપેલ આકૃતિ પરથી જણાય છે. 


રોગકારક: રોગકારકએ ચેપી બેકટેરિયા, વાઈરસ વગેરે.

પરપોષી: પરપોષીએ માણસ છે જેને રોગ થયો છે.

વાતાવરણ: વાતાવરણએ બાહ્ય પરિબળો છે જેવા કે, આબોહવા. અને સોશિયોકોનોમીક્લ પરિબળો જેવા કે ટોળા (ક્રૌડીંગ), સેનિટેશન અને આયોગ્ય સેવાઓની ઉપલબ્ધતા. 

૩) રોગ માટે બહુઘટકીય કારણ: (Multifactorial causation of disease)

આ સિદ્વાંત જર્મનીનાં પીટન કોફરએ આપ્યો છે.

આ સિદ્વાંત અત્યારના રોગો જેવા કે કેન્સર, મધુપ્રમેહ, હૃદયરોગ સુક્ષ્મજીવાણુંનાં રોગો માટે ઉપયોગી નથી.

રોગનાં વ્યાપની હિમશીલા સાથે સરખામણી (Iceberg phenomenon of disease)

રોગનાં વ્યાપની હિમશીલા સાથે સરખામણી, (Iceberg phenomenon of disease), SI Quiz.in
SI Quiz.in

         
આકૃતિમાં દર્શાવે છે એમ વિશાલ પાણીમાં હિમશીલાની ટોચ દેખાય છે જે દ્રશ્ય કસો છે તે રોગોની જાણીતી નિશાનીઓ, લક્ષ્ણો સાથેના છે. તે ક્લિનિકલ કેસો છે. બીજી તરફ હિમશીલાનો બાકીનો હિસ્સો જે પાણીમાં ડૂબેલો છે તે ઉપરથી જોતા દેખાતો નથી એટલે કે તે સબક્લિનિકલ કેસો તરફ ઈશારો કરે છે, આવા કેસોમાં રોગોનાં ચિન્હો, લ્ક્ષણો જોવા મળતા નથી અને તેઓ સમાજમાં તંદુરસ્ત લોકોની જેમ હરતા ફરતા રહે છે. 


રોગનો અટકાવ (Prevention of the disease):

૧. રોગ થવાની સંભાવનાને જ અટકાવવી (Primordial Prevention)

- માનવ ક્લોનીંગ ( ઉદા. વારસાઈ ઘટક)

- રોગના ખતરાથી અગમચેતી, જોખમી અને સંયમી જીવનશૈલી અપનાવી

ઉદા. એએડ્સ, મધુપ્રમેહ જેવા રોગો માટે.

૨. પ્રાથમિક અટકાવ (Primary Prevention)

પ્રાથમિક અટકાવનો ઉદ્દેશ્ય રોગ અથવા ઈજા થાય તે પહેલાં તેને અટકાવવાનો છે.

- સ્વાસ્થ્યવર્ધક ઉપાય

ઉદાહરણ. સંતુલિત આહાર, આરોગ્યપ્રદ જીવનશૈલી, કુટુંબ-નિયોજન

- કાયદો અને અમલીકરણ

ઉદાહરણ. સીટબેલ્ટ અને બાઇક હેલ્મેટનો ઉપયોગ.

- તંદુરસ્ત અને સલામત ટેવો વિશે શિક્ષણ

ઉદાહરણ. સારું ખાવું, નિયમિત કસરત કરવી, ધૂમ્રપાન ન કરવું, દારૂ, તંબાકુ ગુટખા વગરેનું સેવન ન કરવું.

- ખાસ ઉપાય

ઉદાહરણ. રસીકરણ, હેન્ડ ગ્લબ્સ પહેરવા, સુરક્ષા માસ્ક પહેરવા

૩. દ્વિતીય અટકાવ (Secondary Prevention)

ગૌણ અટકાવનો ઉદ્દેશ્ય એવા રોગ અથવા ઈજાના પ્રભાવને ઘટાડવાનો છે જે પહેલાથી જ થઈ ચૂક્યો છે.

- સવેળા જાંચ અને ઈલાજ

- સીઘ્ર નિદાન અને સારવાર

- રોગને તેના પ્રારંભિક તબક્કામાં શોધવા માટે નિયમિત પરિક્ષણ અને સ્ક્રીનીંગ (દા.ત. સ્તન કેન્સર શોધવા માટે મેમોગ્રામ)

-વધુ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકને રોકવા માટે દૈનિક, ઓછી માત્રામાં એસ્પિરિન અને/અથવા આહાર અને કસરતના કાર્યક્રમો

૩. તૃતીય અટકાવ (Tertiary prevention)

તૃતીય નિવારણનો હેતુ ચાલુ બીમારી અથવા ઈજાની અસરને હળવી કરવાનો છે જેની અસર કાયમી હોય છે. આ લોકોને લાંબા ગાળાની, વારંવાર-જટીલ સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ઇજાઓ (દા.ત. ક્રોનિક રોગો, કાયમી ક્ષતિઓ) નું સંચાલન કરવામાં મદદ કરીને કરવામાં આવે છે જેથી તેમની કાર્ય કરવાની ક્ષમતા, તેમની જીવનની ગુણવત્તા અને તેમની આયુષ્યમાં શક્ય તેટલો સુધારો થાય.

-અક્ષમતા અટકાવ

ઉદાહરણ. નંબરવાળા ચશ્માં દ્રષ્ટિ ખામી માટે,

-પુનર્વાસ કરવો

ઉદાહરણ. કૃત્રિમ અંગો શારીરિક રીતે વિકલાંગ માટે 

અસ્વચ્છતા અવરોધ (Sanitation barrier fiveF)

અસ્વચ્છતા અવરોધ, (Sanitation barrier ‘five’ F), SI Quiz
SIquiz.in

 
રોગોની રોકથામનાં પાંચ અવરોધ

Food        ખોરાક

Fluid        પ્રવાહી

Faeces      મળ

Fomites.    દર્દી દ્વારા વપરાયેલ વસ્તુઓ

Fly.         માખી/મચ્છર (વેક્ટર)


રોગપ્રસારણની ગતિશીલતા (Dynamics of disease transmission)

૧. સંક્રમણનો સ્ત્રોત

સંક્રમણ માણસ દ્વારા થઈ શકે જેને કેરિયર કહેવાય છે જે રોગકારક બક્ટેરીયા કે વાઈરસથી સંક્રીમિત છે. જો સંક્રમણનો સ્ત્રોત પશુ, પ્રાણી હોય તો તેને ‘ઝુનોટીક’ કહે છે.

 

૨. પ્રસારણનું માધ્યમ

 I. પ્રત્યક્ષ પ્રસારણ

      1.    સીધો સંબંધ

ફેલાવાનું કારણ: શારીરિક સંબંધ, ચુંબન વગેરે.

દ્વારા થતાં રોગો: ઐડ્સ AIDS HIV, સીફીલીસ, કુષ્ટરોગ, ખસ, લેપ્રસી, ત્વચાનો સાદો વગેરે.

      2.    બિંદુક સંક્રમણ

ફેલાવાનું કારણ: છીંક, ગળફો, કે જોર થી વાત કરવી

દ્વારા થતાં રોગો: ક્ષય, ઓરી, સામાન્ય શરદી, ઈન્ફ્લુએન્ઝા, ઉધરસ, ડીફ્થેરીયા વગેરે.

      3.    પ્રદૂષિત માટી સાથે સંપર્ક

ફેલાવાનું કારણ: પ્રદૂષિત માટી

દ્વારા થતાં રોગો: ધનૂર, હૂક વર્મ વગેરે.

      4.    સોય દ્વારા

ફેલાવાનું કારણ: પ્રદૂષિત સોય ઈન્જેકશન.

દ્વારા થતાં રોગો: HIV/ AIDS, હિપેટાઈટિસ બી (ઝેરી કમળો), રેબીસ

      5.    ગર્ભસ્થ શિશુને પ્લેટો દ્વારા અથવા વર્ટિકલ ટ્રાન્સમીશન

ફેલાવાનું કારણ: માતા મારફતે પ્લેટો દ્વારા અથવા વર્ટિકલ ટ્રાન્સમીશન

દ્વારા થતાં રોગો: રૂબેલા, એડ્સ, સીફીલિસ, ટોક્ઝોપલાસમોસિસ, ઝેરી કમળો -બી. વગેરે.

 

II. પરોક્ષ પ્રસારણ 

        1.     વેક્ટરજન્ય પ્રસારણ

ફેલાવાનું કારણ: મુખ્યત્વે મચ્છર.

દ્વારા થતાં રોગો: ડેન્ગ્યુ, મેલેરિયા, ફાઈલેરીયા, ચિકનગુનિયા, પિત્તજ્વર, પ્લેગ, કાલા આઝાર.


        2.     વાહકજન્ય પ્રસારણ

ફેલાવાનું કારણ: વાહન જેવાકે પાણી, દૂધ, ખોરાક અને જૈવિક પદાર્થો.  

દ્વારા થતાં રોગો: ટાઈફોડ (કોલેરા), ઝાડા, મરડો, કમળો -એ, ઝેરી ખોરકથી ફૂડ પોએઝ્નીંગ.

 

        3.     વાયુજન્ય પ્રસારણ

a.    બિંદુજન્ય પ્રસારણ

ફેલાવાનું કારણ: ઉધરસ કે છીક

દ્વારા થતાં રોગો: ક્ષય, અછબડા, ઈન્ફ્લુએન્ઝા

 

b.    પ્રદુષિત રજકણ

ફેલાવાનું કારણ: ઉધરસ કે છીક

દ્વારા થતાં રોગો: ક્ષય, ન્યુમોનિયા, સ્ટેફાય્લો અને સ્ટ્રેપ્કોકલટો

 

       4.     ફોમીટીઝ (Fomites

ફેલાવાનું કારણ: દર્દી સાથે સંકળાયેલ સંક્રમિત હાથ રૂમાલ, કપડા વગેરે દ્વારા.

દ્વારા થતાં રોગો: ઓરી, અછબડા, ડીપ્થેરિયા વગેરે. 


રોગપ્રતિરોધન શક્તિ (ઈમ્મુનીટી)ને લગતી વ્યાખ્યાઓ:

અન્ટીજન:

અન્ટીજન એ એવું તત્વ છે જે શરીરમાં બહારથી દાખલ થતાં વિષ કે અન્ય કોઈ હાનીકારક તત્વો સામે લડવા અન્ટીબોડીને સક્રિય કરે છે.

સામાન્ય રીતે વાઈરસ, બક્ટેરીયા રજકણ વગેરે હોઈ શકે છે જે આપણા શરીર માટે હાનીકારક છે.

અન્ટીબોડી:

તેઓ Y-આકારના પ્રોટીન છે જે ઈમ્યુન સીસ્ટમ (રોગપ્રતિરોધન પ્રણાલી) બી લીમ્ફોસાઈટ કોષો દ્વારા બનાવાય છે. તેને એમ્યુનોગ્લોબી નામથી પણ ઓળખાય છે.

રોગપ્રતિકારક શક્તિનાં પ્રકાર:

રોગપ્રતિકારક શક્તિનાં મુખ્ય પ્રકાર બે છે. પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ અને પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શક્તિ.

પ્રાકૃતિક રોગપ્રતિકારક શક્તિ: એ એવી રોગપ્રતિકારક શક્તિ છે જે આનુંવાશિક રીતે અથવા જ્નીય રીતિ મળેલ હોય.

પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શક્તિ: એ એવી રોગપ્રતિકારક શક્તિ છે જે આપણે કોઈ બાહ્ય પરિબળ માંથી પ્રાપ્ત થાય.

પ્રાપ્ત કરેલ રોગપ્રતિકારક શક્તિનાં બે છે સક્રિય રોગપ્રતિકારક શક્તિ અને અસક્રિય રોગપ્રતિકારક શક્તિ.


    સક્રિય રોગપ્રતિકારક શક્તિ: આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિ માનવમાં રોગ થવાથી કે વિષના પ્રભાવમાં આવવાથી પેદા થાય છે.

   -    આજીવન રોગપ્રતિકારક શક્તિ કરતા રોગો: ઓરી, અછબડા, બાળ લકવો વગરે.

            -    કૃત્રિમ રીતે—રસીકરણ.

      અસક્રિય રોગપ્રતિકારક શક્તિ: જયારે કોઈ વ્યક્તિમાં રોગના એન્ટીબોડી જે તે રોગ બન્યા હોય તેને બીજી વ્યક્તિમાં તેજ રોગ માટે દાખવવામાં આવે તેથી મળતી રોગપ્રતિકારક શક્તિ ને અસક્રિય રોગપ્રતિકારક શક્તિ કહે છે.

-       આ પ્રકારની રોગપ્રતિકારક શક્તિનું જીવન ટૂંકું હોય છે.

       -    એન્ટીસીરાનાં ઈન્જેકશન

       -    ડીફ્થેરિયા સામે (ADS- એન્ટીડીફ્થેરિયમ સીરા

       -    ધનુર સામે (ATS- એન્ટીટીટેનસ સીરા

       -    ગામા ગ્લોબ્યુલિનનાં ઈન્જેકશન

       -    અછબડા, કમળો-એ વગેરે માટે.

       -    માતાના દૂધ માંથી મળતા એન્ટીબોડી

       -    એન્ટીટોક્ષિનનાં ઈન્જેકશન

hh

રસીનું ટેબલ:

રસીનો પ્રકાર

રોગની રસી

Live Attenuated જીવંત રસી

ઓરલ પોલીયો, ઓરી, B.C.G.

મરેલા જીવાણું/વિષાણુ

કોલેરા, ટાઈફોઈડ, ઉધરસ, પ્લેગ, ઈન્ફૂલુએન્ઝા વગેરે

ટોક્ષોઇડ

ધનુર, ડિપ્થેરિયા


        મિશ્ર રસીઓ:                           સામે રક્ષણ

    ૧. ટાઈફોઈડ (બાઈવેલન્ટ)      : ટાઈફોઈડ અને પેરા ટાઈફોઈડ

    ૨. ડીટી (દ્વિગુણી)                : ડિપ્થેરિયા અને ધનુર

    ૩. ડીપીટી (ત્રિગુણી)             : ધનુર, ડિપ્થેરિયા અને કાળી ઉધરસ (ઉટાટીયું)


રાષ્ટ્રીય રસીકરણ સૂચી  

SI Quiz.in
રાષ્ટ્રીય રસીકરણ સૂચી


રસીની જાણવણી

રસીના ઉત્પાદનથી લઈને જે લાભાર્થીને રસી મુકવાની છે ત્યાં સુધીના રસ્તા દરમ્યાન રસીનું ચોક્કસ તાપમાન જાળવવું જરૂરી હોય છે જે સામન્ય રીતે ૨* થી ૮ સે. સુધી હોય છે. આ શૃંખલાને શીત શૃંખલા કહે છે.

 

શીત શૃંખલાનાં અવયવો

 ૧) વોક ઈન કોલ્ડ રૂમ: ૩ માસ સુધી સચવાય રહે તેવા કોલ્ડ રૂમ રાજ્યમાં નક્કી કરેલ સ્થળે હોય છે.

૨) ડીપ ફ્રીઝર અને આઈસ લાઈન્ડ રેફ્રીજરેટર (ILR)

    ક્ષમતા: ૨૪૦ અથવા ૩૦૦ લિટર.

    સ્થળ: દરેક જીલ્લા તેમજ WC વાળા સ્થળે.

    ઉપયોગ: આઈસ પેક બનાવવા

 ૩) નાના ડીપ ફ્રીઝર અને આઈસ લાઈન્ડ રેફ્રીજરેટર (ILR)

    ક્ષમતા: ૧૪૦ લિટર.

    સ્થળ: PCH પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શહેરી કુટુંબ નિયોજન કેન્દ્ર, પોસ્ટ પાર્ટમ સેન્ટર

    ઉપયોગ: આઈસ પેક બનાવવા

૪) કોલ્ડ બોક્ષ

    ઉપયોગ: રસીના હેરફેર માટે

૫) રસીવાહક (વેક્સિન કેરિયર)

    ક્ષમતા: ઓછામાં ઓછા— ૧૬-૨૦ વાયલ્સ

    નોધ:

    હવાચુસ્ત બંધ રહે તો ૨૪ કલાક સુધી રસી સચવાય છે.

    વારંવાર ખોલ- બંધ થાય તો ૪થી ૫ કલાક સુધી રસી સચવાય છે

૬) દિવસ વાહક (ડે કેરિયર)

    ક્ષમતા: ઓછામાં ઓછા— ૬-૮ વાયલ્સ

    નોધ: હાલ ઉપયોગમા નથી

૭) આઈસ પેક

    - આઈસ પેકમાં મીઠા વગરનું પાણી ભરવું જોઈએ.

    - લીકેજવારુ આઈસ પેક ભરવું જોઈએ નહી.


અમારી ટેલીગ્રામ ચેનલ જોઈન કરો (Free)


નીચે આપેલ ક્વિઝ આપી તમારું નોલેજ ચકાસણી કરવાનું ભૂલશો નહીં. 



વિસ્તારમાં માહિત માટે તમે નીચે આપેલ (References) પર જઈ શકો છો.


References. 


Let your score in the comment section below. 


Post a Comment

વધુ નવું વધુ જૂનું